જય જય જય પ્રિય ભારત જનયિત્રી દિવ્ય ધાત્રિ
જય જય જય શત સહસ્ર નરનારી હૃદય નેત્રિ

જય જય જય સુશ્યામલ સસ્ય ચલચ્ચેલાંચલ
જય વસંત કુસુમ લતા ચલિત લલિત ચૂર્ણકુંતલ
જય મદીય હૃદયાશય લાક્ષારુણ પદ યુગળા! ॥ જય ॥

જય દિશાંત ગત શકુંત દિવ્યગાન પરિતોષણ
જય ગાયક વૈતાળિક ગળ વિશાલ પદ વિહરણ
જય મદીય મધુરગેય ચુંબિત સુંદર ચરણા! ॥ જય॥