Print Friendly, PDF & Email

ગીર્વાણૈરર્થ્યમાનો દશમુખનિધનં કોસલેષ્વૃશ્યશૃંગે
પુત્રીયામિષ્ટિમિષ્ટ્વા દદુષિ દશરથક્ષ્માભૃતે પાયસાગ્ર્યમ્ ।
તદ્ભુક્ત્યા તત્પુરંધ્રીષ્વપિ તિસૃષુ સમં જાતગર્ભાસુ જાતો
રામસ્ત્વં લક્ષ્મણેન સ્વયમથ ભરતેનાપિ શત્રુઘ્નનામ્ના ॥1॥

કોદંડી કૌશિકસ્ય ક્રતુવરમવિતું લક્ષ્મણેનાનુયાતો
યાતોઽભૂસ્તાતવાચા મુનિકથિતમનુદ્વંદ્વશાંતાધ્વખેદઃ ।
નૃણાં ત્રાણાય બાણૈર્મુનિવચનબલાત્તાટકાં પાટયિત્વા
લબ્ધ્વાસ્માદસ્ત્રજાલં મુનિવનમગમો દેવ સિદ્ધાશ્રમાખ્યમ્ ॥2॥

મારીચં દ્રાવયિત્વા મખશિરસિ શરૈરન્યરક્ષાંસિ નિઘ્નન્
કલ્યાં કુર્વન્નહલ્યાં પથિ પદરજસા પ્રાપ્ય વૈદેહગેહમ્ ।
ભિંદાનશ્ચાંદ્રચૂડં ધનુરવનિસુતામિંદિરામેવ લબ્ધ્વા
રાજ્યં પ્રાતિષ્ઠથાસ્ત્વં ત્રિભિરપિ ચ સમં ભ્રાતૃવીરૈસ્સદારૈઃ ॥3॥

આરુંધાને રુષાંધે ભૃગુકુલ તિલકે સંક્રમય્ય સ્વતેજો
યાતે યાતોઽસ્યયોધ્યાં સુખમિહ નિવસન્ કાંતયા કાંતમૂર્તે ।
શત્રુઘ્નેનૈકદાથો ગતવતિ ભરતે માતુલસ્યાધિવાસં
તાતારબ્ધોઽભિષેકસ્તવ કિલ વિહતઃ કેકયાધીશપુત્ર્યા ॥4॥

તાતોક્ત્યા યાતુકામો વનમનુજવધૂસંયુતશ્ચાપધારઃ
પૌરાનારુધ્ય માર્ગે ગુહનિલયગતસ્ત્વં જટાચીરધારી।
નાવા સંતીર્ય ગંગામધિપદવિ પુનસ્તં ભરદ્વાજમારા-
ન્નત્વા તદ્વાક્યહેતોરતિસુખમવસશ્ચિત્રકૂટે ગિરીંદ્રે ॥5॥

શ્રુત્વા પુત્રાર્તિખિન્નં ખલુ ભરતમુખાત્ સ્વર્ગયાતં સ્વતાતં
તપ્તો દત્વાઽંબુ તસ્મૈ નિદધિથ ભરતે પાદુકાં મેદિનીં ચ
અત્રિં નત્વાઽથ ગત્વા વનમતિવિપુલં દંડકં ચંડકાયં
હત્વા દૈત્યં વિરાધં સુગતિમકલયશ્ચારુ ભોઃ શારભંગીમ્ ॥6॥

નત્વાઽગસ્ત્યં સમસ્તાશરનિકરસપત્રાકૃતિં તાપસેભ્યઃ
પ્રત્યશ્રૌષીઃ પ્રિયૈષી તદનુ ચ મુનિના વૈષ્ણવે દિવ્યચાપે ।
બ્રહ્માસ્ત્રે ચાપિ દત્તે પથિ પિતૃસુહૃદં વીક્ષ્ય ભૂયો જટાયું
મોદાત્ ગોદાતટાંતે પરિરમસિ પુરા પંચવટ્યાં વધૂટ્યા ॥7॥

પ્રાપ્તાયાઃ શૂર્પણખ્યા મદનચલધૃતેરર્થનૈર્નિસ્સહાત્મા
તાં સૌમિત્રૌ વિસૃજ્ય પ્રબલતમરુષા તેન નિર્લૂનનાસામ્ ।
દૃષ્ટ્વૈનાં રુષ્ટચિત્તં ખરમભિપતિતં દૂષણં ચ ત્રિમૂર્ધં
વ્યાહિંસીરાશરાનપ્યયુતસમધિકાંસ્તત્ક્ષણાદક્ષતોષ્મા ॥8॥

સોદર્યાપ્રોક્તવાર્તાવિવશદશમુખાદિષ્ટમારીચમાયા-
સારંગ સારસાક્ષ્યા સ્પૃહિતમનુગતઃ પ્રાવધીર્બાણઘાતમ્ ।
તન્માયાક્રંદનિર્યાપિતભવદનુજાં રાવણસ્તામહાર્ષી-
ત્તેનાર્તોઽપિ ત્વમંતઃ કિમપિ મુદમધાસ્તદ્વધોપાયલાભાત્ ॥9॥

ભૂયસ્તન્વીં વિચિન્વન્નહૃત દશમુખસ્ત્વદ્વધૂં મદ્વધેને-
ત્યુક્ત્વા યાતે જટાયૌ દિવમથ સુહૃદઃ પ્રાતનોઃ પ્રેતકાર્યમ્ ।
ગૃહ્ણાનં તં કબંધં જઘનિથ શબરીં પ્રેક્ષ્ય પંપાતટે ત્વં
સંપ્રાપ્તો વાતસૂનું ભૃશમુદિતમનાઃ પાહિ વાતાલયેશ ॥10॥